સ્ટીવ જોબ્સ ” चढकर गिरना गिरकर चढना न अखरता है।
જેફ્રી યંગે સૌપ્રથમ સ્ટિવ જોબ્સની આત્મકથા લખી છે. તમે પોતે લોહી-પાણી એક કરીને અને ઉજાગરા કરીને તેમ જ પ્રેમલગ્નવાળી પ્રિયતમાને પૂરતો સમય આપવાને બદલે કંપનીમાં જ ઘ્યાન રાખો તેવા વલણથી ‘એપલ’ કંપની સ્થાપી હોય તે બીજાઓ ઝૂંટવી જાય તેની કેવી હાલત થાય? સ્ટિવ જોબ્સે આવી હાલત સહન કરી હતી. ‘એપલ’માંથી હાંકી કઢાયા પછી દસ દસ વર્ષ સ્ટિવ જોબ્સ કોઈ પણ કામ વગર રખડયો હતો.
એ પછી બમણા જોરથી તેણે એપલ કંપની પાછી હાંસલ કરીને આજે ૨૦૧૦માં તેણે ‘આઈ પોડ’ અને ‘આઈ પેડ’ બજારમાં મૂકીને ડંકો વગાડયો છે. એપલની કોમ્પ્યૂટર ઈન્ડસ્ટ્રીમાં સફળ થયા પહેલાં તે ડિઝની વર્લ્ડ અને ફિલ્મી દુનિયામાં સફળ થયો પછી સંગીતની દુનિયામાં સફળ થયો હતો. સ્ટિવ જોબ્સે કોઈ પેપ્સીના જોખમી પીણાં કે નાસ્તા વેચીને જગતના લોકોની તંદુરસ્તી બગાડવાનો ધંધો કર્યો નહોતો.
‘એપલ’ કંપનીને ઊચે લાવવા સ્ટિવ જોબ્સે, જહોન સ્કલી નામના માર્કેટિંગ વિઝાર્ડને દોસ્ત બનાવ્યો ત્યારે ૧૯૮૩માં કોકાકોલા અને પેપ્સી વચ્ચેના યુદ્ધમાં પેપ્સીને આગળ લાવવા જહોન સ્કલી પુરુષાર્થ કરતો હતો. સ્ટિવ જોબ્સે તેને એક રાત્રે બોલાવી પરોઢિયા સુધી સમજાવીને કહ્યું કે ‘શું તું તારી આખી જિંદગી એક નક્કામા અને આરોગ્યને હાનિ કરનારા પેપ્સીના પીણાંને પ્રચલિત કરીને વેડફવા માગે છે? આ દુનિયાને કંઈ ઉપયોગી થાય તેવા મારા પર્સનલ કોમ્પ્યૂટરને પ્રચલિત કર જેથી નવયુવાનો તેમના જ્ઞાનને આધારે અને બીજાને પણ ઉપયોગી થાય. અને શું થયું? પેપ્સીના માર્કેટિંગને છોડીને જહોન સ્કલી એપલ કોમ્પ્યૂટરનો માર્કેટિંગ મેનેજર બન્યો! અને તે પણ ઓછા પગારે.
જ્યારે ‘એપલ’ના પ્રથમ સફળ સાહસ પછી સ્ટિવ જોબ્સ બીજા સાહસમાં નિષ્ફળ ગયો ત્યારે તેણે એક અદભૂત સૂત્ર પોતાને માટે (અને જગતના યુવાનો માટે) નક્કી કર્યું-ધ હેવીનેસ ઓફ બીઈગ સકસેસફુલ મસ્ટ બી રિપ્લેસ્ડ બાય બીકમિંગ એ બિગિનર અગેઈન.
એક ધંધો હાથમાં લઈને તેની સફળતાનો ભાર સતત વેંઢારવા કરતાં નવેસરથી કંઈક પ્રારંભ કરવાનો સ્પિરિટ રાખવો જોઈએ. સ્ટિવ જોબ્સે નેકસ્ટ નામની કંપની સ્થાપી, જેણે વર્લ્ડ વાઈડ વેબ (ડબ્લ્યુડબ્લ્યુડબ્લ્યુ)ની શોધ કરી છે. એ કંપની લગભગ દેવાળું ફૂંકવામાં હતી પણ તેની આ વર્લ્ડ વાઈડ વેબને આજે તમે, હું અને આપણે બધા વાપરીએ છીએ.
યુવાનોને સ્ટિવ જોબ્સ કહેતો કે તમે સપનાં સેવો-ડ્રીમર થાઓ. ‘આઈ એમ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ બિકોઝ આઈ એમ એ ડ્રીમર બટ આઈ એમ નોટ ધ ઓન્લી વન ડ્રીમર યુ કેન જોઈન મી એઝ ડ્રીમર્સ. સપનાંઓની કોઈની મોનોપોલી નથી. સપનાં સેવો, સફળ થાઓ.’
સ્ટિવ જોબ્સે તેના જીવનમાં શ્રેણીબદ્ધ નિષ્ફળતા પછી ઘડેલા સફળતાના બાર નિયમો .
(૧) તમે જે પ્રવૃત્તિને ચાહતા હો તે કામ જ હાથમાં લો અને છેવટે હાથમાં લીધેલા કામને પ્રેમ કરો.
(૨) બી-ડિફરન્ટ-બીજા કરતાં ચીલો ચાતરીને ચાલો. અનોખા થાઓ.
(૩) ડુ યોર બેસ્ટ-સફળ થવા કોઈ પ્રયત્ન બાકી ન રાખો.
(૪) દરેક નિષ્ફળતાનું પૃથક્કરણ કરો.
(૫) ધંધામાં સાહસ કરો.
(૬) નાનેથી શરૂઆત કરો પણ ઘ્યેય ઊચું રાખો.
(૭) જે વ્યવસાયમાં જાઓ તેના નેતા બનો. બીજા લોકો માટે પ્રેરણારૂપ બનો.
(૮) હંમેશાં ફોક્સ જાળવો.
(૯) ચારેકોરથી લોકોનો સહકાર મેળવો.
(૧૦) સતત-સતત કંઈક નવું કરો.
(૧૧) તમારી નિષ્ફળતામાંથી શીખો.
(૧૨) સતત નવું શીખતા રહેવા પુસ્તકો વાંચો. બીજાનાં જીવનચરિત્રો વાંચો.
-શ્રી કાંતિ ભટ્ટ ના એક આર્ટીકલ માંથી સાભાર.
Posted on March 23, 2011, in Uncategorized. Bookmark the permalink. 2 Comments.
Nice Attitude… Fantastic…. every one must read it… It’s 100% True…
Thank you very much Kamalbhai, Hop that you will suggest all your friend about this post.
Upcoming post is to be on ” The Warren Buffett ”
-MechSoul